Function

 

ચેરિટીતંત્રની વિગતો, કાર્યો અને ફરજો

  1. મુંબઇ સાવર્જનિક ટ્રસ્‍ટ અધિનિયમ-૧૯૫૦ ની અમલવારી પહેલાના જુદા જુદા ધર્મ મુજબ ટ્રસ્‍ટ અધિનિયમો અમલમાં હતા તે વખતના પ્રવર્તમાન અધિનિયમોનો અભ્‍યાસ કરી ટ્રસ્‍ટો ના અધિનિયમમાં વહીવટી સબંધે ખામીઓ દૂર કરવા અને તે બાબતે યોગ્‍ય પગલાઓ ભરવા અને ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી ઓ પર જરૂરી નિયંત્રણ રાખવા તેમજ તે ટ્રસ્‍ટો ની મિલકતોની સમાજના હિતાર્થે ઉપયોગ થાય તે માટે જસ્‍ટીસશ્રી તેન્‍દુલકર સાહેબના અધ્‍યક્ષપણા હેઠળ એક કમીટીની રચના કરવામાં આવી અને તેવી કમીટીના રીપોર્ટના આધારે તે સમયે અમલમાં હતા તેવા જુદા જુદા અધિનિયમો તારીખ ૨૧ જાન્‍યુઆરી-૧૯૫ર થી રદ કરી સમગ્ર સમાજના લાભાર્થે સમગ્ર સમાજના હિતમાં છે તે અર્થમાં મંદિર, મઠના મહંતો, પુજારીઓ, આચાર્યો, અને ભટૃજીઓની વહીવટી ગેરરીતીઓ રોકવા માટે તેમજ જાહેર અને ધર્માદા ટ્રસ્‍ટો ની અને તેની વહીવટી ગેરરીતીઓ રોકવા માટે તેમજ જાહેર અને ધર્માદા ટ્રસ્‍ટો ની અને તેની મિલકતોનો વહીવટ યોગ્‍ય રીતે થાય અને ટ્રસ્‍ટી ઓ ટ્રસ્‍ટની આવકનો યથાયોગ્‍ય હિસાબો નિભાવે તેમજ ટ્રસ્‍ટની મિલકતનો ગેરવહીવટ ન થાય અને જરૂર પડે યોગ્‍ય ખુલાસાઓ કરી શકે તે બાબતે આવા અધિનિયમની જરૂરીયાત જણાતા અને તેવા શુભ આશયથી ધાર્મીક-ધર્માદાની મિલકતોનો ટ્રસ્‍ટી ઓ/વહીવટદારો દ્વારા ટ્રસ્‍ટની આવક અને મિલકતનો યોગ્‍ય વહીવટ કરે અને હિસાબો નિભાવે અને જરૂર પડે તેવી બાબતોએ સમાજ/હિતાર્થીઓને જરૂરી ખુલાસાઓ કરી શકે તે માટે મુંબઇ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમ-૧૯૫૦ નો કાયદો ઘડવામાં આવ્‍યો/અમલી બન્‍યો.
  2. જાહેર તંત્રનું મિશન/ઉદેશપણું/વિઝન.

    મુંબઇ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમ-૧૯૫૦ નો અમલ બૃહદ (સમગ્ર) મુંબઇ રાજયમાં ૨૧ મી જાન્‍યુઆરી, ૧૯૫૧ થી અમલી બનાવવામાં આવ્‍યો અને ગુજરાતમાં તેનો અમલ તા.૨૧/૧/૧૯૫૨ થી અમલમાં આવ્‍યો.

    બૃહદ મુંબઇ રાજયમાંથી તા.૧/૫/૧૯૬૦ ના રોજ નવા બે રાજયો ગુજરાત અને મહારાષ્‍ટ્ર અલગ અલગ અસ્તિત્‍વમાં આવ્‍યા. ગુજરાત રાજયનું અલગ અસ્તિત્‍વ બનતા મુંબઇ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમ-૧૯૫૦ નો અમલ ગુજરાત રાજયમાં તા.૧/૭/૧૯૬૧ થી લાગુ પાડવામાં આવ્‍યો છે અને બોમ્‍બે પબ્‍લીક ટ્રસ્‍ટ એકટની કલમ-૪ર અન્‍વયે ચેરિટી કમિશનર તે કોર્પોરેશન સોલ છે.

    મુંબઇ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમ-૧૯૫૦ અમલમાં લાવવાનો ઉદેશ જાહેર ધાર્મીક-ધર્માદા અને સખાવતી ટ્રસ્‍ટો ને લાગુ પડે છે. આવા ટ્રસ્‍ટનો વહીવટ સારી રીતે થાય, અને વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી તેવા ટ્રસ્‍ટો ની મિલકતો સમાજના હિતમાં ઉપયોગમા થાય તેના વહીવટદારો તેનો સુયોગ્‍ય વહીવટ કરે અને તેવા વહીવટદારો પાસેથી હિતભાગીઓ યોગ્‍ય ખુલાસાઓ મેળવી શકે તેવા ટ્રસ્‍ટો ના પારદર્શક વહીવટ માટે કાયદો બનાવવાનો હેતુ છે.

  3. જાહેરતંત્રની ફરજો.

    મુંબઇ સાર્વજનિક ટ્રસ્‍ટ એકટ-૧૯૫૦ ની કરવામાં આવેલ જોગવાઇઓ અન્‍વયે ધાર્મીક, ધર્માદા કે સખાવતી હેતુઓ (ગરીબી અથવા દુઃખ નિવારણ), શિક્ષણ તથા તબીબી મદદ અને સામાન્‍ય રીતે સમગ્ર સમાજ ઉપયોગી બીજા હેતુઓ આગળ ચલાવવા જેવી પ્રવૃતિઓ માટે આવતા હેતુઓવાળી સંસ્‍થાઓની નોંઘણી કરવી તેવી સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ/વહીવટદારો જે તે સંસ્‍થાની પ્રવૃતિઓ યોગ્‍ય કરે છે કે કેમ? તે પ્રવૃતિઓ સબંધે થતી આવક ખર્ચના હિસાબો નિયમિત નિભાવી ઓડીટ કરાવે છે કે કેમ? તે પ્રવૃતિઓ સબંધે થતી આવક ખર્ચના હિસાબો નિયમિત નિભાવી ઓડીટ કરાવે છે કે કેમ? તે બાબતે તેવા ટ્રસ્‍ટો ની મિલકતની જાળવણી યોગ્‍ય રીતે થાય છે કે કેમ? તેમજ તેવા ટ્રસ્‍ટો ઉપર નિયમન અને નિયંત્રણ રાખવા અને ટ્રસ્‍ટો ના વહીવટ સબંધે ઉપસ્થિત થતી બાબતોએ ખુલાસાઓ મેળવવા તથા તે બાબતે અધિનિયમમાં કરવામાં આવેલ જોગવાઇઓનો અમલ કરાવવાની કામગીરી.

  4. જાહેર તંત્રની મુખ્‍ય પ્રવૃતિઓ અને કાર્યો.
    1. અધિનિયમની કલમ-૧૮-૧૯ અન્‍વયે સાર્વજનિક ટ્રસ્‍ટની નોંઘણી માટે આવતી અરજીઓ સ્‍વીકારી અને અધિનિયમની જોગવાઇઓમાંથી ઠરાવેલ વિગતો મુજબ પરિપુર્ણતા થયેથી નોંઘણીનો દાખલો આપવો.
    2. અધિનિયમની કલમ-રર તથા રર-એ અન્‍વયે સંસ્‍થાના નોંઘણી કચેરીમાં થયેલ પી.ટી.આર.ની નોંઘણી કોઇપણ નોંઘમાં થયેલ ફેરફાર સબંધે ફેરફાર રીપોર્ટ રજુ કરવા તેનો યોગ્‍ય નિકાલ કરી નોંઘ કરવી.
    3. અધિનિયમની કલમ-૩ર અન્‍વયે દરેક સાર્વજનિક ટ્રસ્‍ટો , હિસાબો નિભાવવા કલમ-૩૩ અન્‍વયે દર વર્ષે તેનું સરવૈયું/હિસાબ તૈયાર કરવા તેવા હિસાબો ઓડીટર સમક્ષ ઓડીટ કરાવી કલમ-૩૪ મુજબ જે તે નોંઘણી કચેરીમાં રજુ કરાવવા.
    4. અધિનિયમની કલમ-૩૫ અન્‍વયે સાર્વજનિક ટ્રસ્‍ટો ના ફાજલ નાણાંના રોકાણની પરવાનગી આપવી.
    5. અધિનિયમની કલમ-૩૬ અન્‍વયે સાર્વજનિક ટ્રસ્‍ટની સ્‍થાવર મિલકતનું વેચાણ, તબદીલી, વિનિમય, બક્ષિશ તથા ખેતીની જમીન માટે દસ વર્ષથી વધુ સમય માટે તથા બિનખેતીની જમીન બાબત ત્રણ વર્ષથી વધુ સમય માટે ભાડાપટે આપવા પરવાનગી આપવાની જોગવાઇ.
    6. કલમ-૩૭ અન્‍વયે સાર્વજનિક ટ્રસ્‍ટની મિલકતમાં દાખલ થવું ટ્રસ્‍ટી ના નિયંત્રણમાં હોય તેવા ચોપડા, ટ્રસ્‍ટની કાર્યવાહીની નોંઘના કોઇ ઉતારા વગેરે માંગવાની સત્‍તા તથા તપાસ કરવાની સત્‍તા .
    7. કલમ-૩૮ અન્‍વયે મળેલ ખુલાસા મુજબ ટ્રસ્‍ટીઓ/બીજી કોઇ વ્‍યકિતએ ભારે બેદરકારી, વિશ્‍વાસભંગ, મિલકતનો, નાણાંનો ગેરઉપયોગ કરતાં સંસ્‍થાને થયેલ નુકશાન અંગેની નોંઘ સહીત ચેરિટી કમિશનરશ્રી/ સંયુકત ચેરિટી કમિશનરશ્રીને અહેવાલ કરવા.
    8. કલમ-૩૯ ના મળેલ અહેવાલ અન્‍વયે કલમ-૪૦ મુજબ ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રીએ સંસ્‍થાને થયેલ નુકશાન બાબતે જવાબદારી નકકી કરવી અને નુકશાનની રકમ નકકી કરવી.
    9. કલમ-૪૧ અન્‍વયે જવાબદાર વ્‍યકિતઓ પાસેથી થયેલ ટ્રસ્‍ટને નુકશાનની રકમ વસુલ કરવા/જમા કરાવવા સરચાર્જ અંગે હુકમ કરવો.
    10. કલમ-૪૧-એ અન્‍વયે ટ્રસ્‍ટ અથવા ટ્રસ્‍ટી ઓ કે તેની સાથે સંકળાયેલ વ્‍યકિતને ડાયરેકશન/સુચનાઓ આપવી.
    11. કલમ-૫૦ અન્‍વયે હકુમત ધરાવતી કોર્ટમાં દાવો દાખલ કરવા.
    12. કલમ-૫૦(અ) અન્‍વયે ટ્રસ્‍ટના સુયોગ્‍ય વહીવટ બાબતે સ્‍કીમ/યોજના ઘડવા.
    13. કલમ-૫૦(અ)(૧) અન્‍વયે એકથી વધુ ટ્રસ્‍ટો નું એકત્રીકરણ કરવા.
    14. કલમ-૫૦(અ)(ર) અન્‍વયે થયેલ યોજના/સ્‍કીમ સુધારાઓ કરવા તથા સ્‍કીમ પરચૂરણ અરજીઓ અંગે.
    15. કલમ-૫૧ અન્‍વયે હિતાધિકારીઓ દ્વારા ટ્રસ્‍ટી ઓ સામે હકુમત ધરાવતી કોર્ટમાં દાવો દાખલ કરવા અંગે જરૂરી પરવાનગી આપવી.
    16. કલમ-૫૪ ધર્માદા લાગાની કામગીરી.
    17. કલમ-પપ અન્‍વયે ટ્રસ્‍ટની આવકમ અથવા વધારાની ફાજલ/પુરાંતનો ટ્રસ્‍ટના રચાયેલા હેતુ મુજબ ઉપયોગ અંશતઃ કે પુર્ણતઃ ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેવા સમયે અન્‍ય સખાવતી ધાર્મીક હેતુમાં તેવી પુરાંત-રકમમાં ઉપયોગ કરવાં હકુમત ધરાવતી કોર્ટમાં જવા માટે ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રીની પરવાનગી મેળવવા અંગેની પરવાનગી આપવા.
    18. નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રીના કલમ-૧૮, ૧૯ તથા રર, રર-એ, ૨૮ અન્‍વયેના ચુકાદાઓ તથા કલમ-પ૪ ના ચુકાદાઓ સામે ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રી સમક્ષ કલમ-૭૦ અન્‍વયે અપીલ દાખલ કરવા.
    19. નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રીના કલમ-૧૮, ૧૯ તથા રર, રર-એ, ૨૮ અન્‍વયેના ચુકાદાઓ તથા કલમ-પ૪ ના ચુકાદાઓ સામે ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રી સમક્ષ કલમ-૭૦(અ) અન્‍વયે રીવીઝન અરજીઓ દાખલ કરવા.
    20. કલમ-૩૩(૪)(એ) અન્‍વયે ટ્રસ્‍ટનું ખાસ ઓડીટ અંગેનો હુકમ કરવાની સત્‍તા .
    21. અધિનિયમની કલમોના ભંગ બદલ શિક્ષાપાત્ર ગુન્‍હા માટે નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રીના કલમ-૮૩ ના અહેવાલ અન્‍વયે ફોજદારી ફરીયાદ દાખલ કરવાની પરવાનગી ચેરિટી કમિશનરશ્રી/સંયુકત ચેરિટી કમિશનરશ્રી દ્વારા આપવાની સત્‍તા .
    22. મુંબઇ સાર્વજનિક ટ્રસ્‍ટ (ગુજરાત) રૂલ્‍સ-૧૯૬૧ અન્‍વયે નિયમ-૩૬(૧) અન્‍વયે નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રી સમક્ષની કાર્યવાહીના રેકર્ડ પ્રોસીડીંગ્‍સ મંગાવવા ૩૬(ર) (૩) નાયબ/મદદનીશ ચેરિટી કમિશનરશ્રી સમક્ષની ચાલતી કાર્યવાહીને ગમે તે તબકકે અટકાવવા તથા તબદીલ કરવાની સત્‍તા .
    23. નિયમ-૩૬(૪) અન્‍વયે ટ્રસ્‍ટ એક નોંઘણી કચેરીઓમાંથી બીજી નોંઘણી કચેરીમાં ટ્રાન્‍સફર કરવાની સત્‍તા .
    24. બોમ્‍બે પબ્‍લીક ટ્રસ્‍ટ રૂલ્‍સ-૩૩(૪) અન્‍વયે ફાળાની આકારણ સામે થયેલ વાંધા અરજીઓની અપીલોનો નિકાલ કરવા તથા કલમ-૩૬(૬) અન્‍વયે સ્‍વયંપ્રેરીત રાહે ફાળા આકારણી અંગે રીવીઝનની કાર્યવાહી કરવા.
    25. કલમ-૪૭ અન્‍વયે ટ્રસ્‍ટી ની/નિમણૂક અંગે કોર્ટને અરજી કરવાની સત્તા.